WEL COME TO ALL

Wel come All Of you For My Blogg.

Saturday, 2 July 2011

દુ:ખનું કારણ



એક વ્યાપારીને ઉંઘ ન આવવાની બીમારી હતી. તેનો નોકર માલિકની આ બીમારીથી દુખી રહેતો હતો. એક દિવસે વેપારી પોતાના નોકરને તમામ મિલકત દેખાડીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. સંપત્તિનો માલિક બન્યાં બાદ નોકર રાત્રે સુવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ હવે તેને પણ ઉંઘ આવી રહી ન હતી. 

એક રાત્રે જ્યારે તે સુવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેણે કશોક અવાજ સાંભળ્યો, એક ચોર ઘરમાં ઘુસ્યો હતો અને બધો સામાન એક ચાદરમાં બાંધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કમનસીબે ચાદર નાની હોવાથી તે આ સામાનની પોટલી વાળી શકતો ન હતો. 
નોકરે એ જોયુ અને તરત જ પોતે ઓઢેલી ચાદર એ ચોરને આપીને બોલ્યો' લે આનાથી તું સામાન બાંધી લે. તેને જાગેલો જોઈને ચોર ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ નોકરે તેને રોકીને હાથ જોડેને કહ્યું, 'ભાગ નહી આ સામાનને તુ તારી જોડે જ લઈજા જેથી કઈને હું શાંતિથી ઉંઘી શકું. આ સામાને મારા માલિકની નિંદર હરામ કરી નાખી હતી અને હવે તે મારી ઉંઘ ખરાબ કરી રહ્યો છે માટે તુ એને તારી જોડે જ લઈજા જેથી કરીને હું શાંતિથી સુઈ શકું

તેની વાત સાંભળીને ચોરની આંખો ખુલી ગઈ અને હાથ જોડીને પોતે કરલા અપરાધ બદલ નોકરની માફી માંગવા લાગ્યો

Friday, 1 July 2011

આ પાંચ વેબસાઇટે આખી દુનિયાને ખોબામાં સમાવી દીધી!



 
આજે અમે તમને એવી વેબસાઇટ્સની વાત કરવા જઈ રહ્યા છીએ, જેના વગર આજે ઈન્ટરનેટ અને જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. જે વ્યક્તિએ એક વખત પણ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હશે, તેણે આમાંથી મોટા ભાગની વેબસાઇટ બ્રાઉઝ કરી જ હશે. આવો જાણીએ વેબસાઇટ્સ વિશે...

1.વિકિપીડિયાઃ જાણકારી મેળવવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે વિકિપીડિયા. આજે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય તો મોટે ભાગે સૌથી પહેલો ઓપ્શન તમને વિકિપીડિયાનો જ મળશે. વિકિપીડિયાના આગમન પહેલા પણ ઓનલાઇન એનસાયક્લોપીડિયા તો ઘણા બધા હતા, પરંતુ તેનો ઉપયોગ થોડો અઘરો હતો, પરંતુ વિકિપીડિયાના આગમનથી જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. વિકિપીડિયા એક ફ્રી જ્ઞાનકોષ છે, જેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. આજે વિકિપીડિયા અંગ્રેજી જ નહીં, ઘણી બધી ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

શરૂઆતઃ15 જાન્યુઆરી, 2001

નિર્માતાઃ જિમ્મી વાલેસ, લેરી સેંગર

ભાષાઃ 240

2.ફેસબુકઃ ફેસબુક વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. અમેરિકા જેવા દેશમાં તો તેણે સૌથી લોકપ્રિય સાઇટ્સમાં ગૂગલને પણ પાછળ છોડી દીધી છે. ફેસબુક યુઝર્સનો આંકડો કરોડોમાં છે અને કેટલાંક લોકોના તો દિવસ અને રાત જ ફેસબુક પર વીતે છે. ફેસબુક કંઈ પહેલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ નહોતી, તેણે આ સોશિયલ નેટવર્કિંગના સિદ્ધાંતને બદલ્યો હતો. ફેસબુકે થર્ડ પાર્ટી એપ્લીકેશન્સને મંજૂરી આપીને લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધારી.

શરૂઆતઃ 4 ફેબ્રુઆરી, 2004

નિર્માતાઃ માર્ક ઝૂકરબર્ગ

3.ટ્વિટરઃ રાજનેતા હોય, અભિનેતા હોય, ધર્મગુરુ કે કોઈ સામાન્ય નાગરિક. આજે આમાંના મોટા ભાગના ટ્વિટર પર ઉપલબ્ધ છે. 140 અક્ષરો સાથે તમે આખી દુનિયા સાથે જોડાઈ શકો છો. શું અમુક વર્ષ પહેલા તમે કલ્પના પણ કરી શકતા હતા કે એક સામાન્ય વ્યક્તિ બિલ ગેટ્સ, પ્રિયંકા ચોપરા, શશિ થરૂર કે તેમના જેવી જાણીતી હસ્તીઓને સવાલ પૂછી શકીએ છીએ. આ ટ્વિટરની કમાલ છે, જેણે સામાન્ય અને ખાસ માણસોનો ભેદ મિટાવી દીધો છે. હવે દરેક ખાસ વ્યક્તિ ટ્વિટરની મદદથી સામાન્ય માણસ સાથે જોડાવા માંગે છે. આખી દુનિયાની સરકારો આ સેવાથી ડરવા લાગી છે, કારણ કે તે સૂચનાનું અત્યંત ઝડપી માધ્યમ બની ગયું છે.

શરૂઆતઃ 2006

નિર્માતાઃ જેક ડોર્સી, ઈવાન વિલ્યમ્સ, બિજ સ્ટોન

4.યુટ્યુબઃ યુટ્યુબે તો જાણે કે મનોરંજનના પરિમાણો જ બદલી નાંખ્યા છે. યુટ્યુબ પહેલા વીડિયો જોવાનું કોઈ સારુ માધ્યમ નહોતું. યુ ટ્યુબની શરૂઆત એ સમયે થઈજ્યારે ભારતમાં ખાસ્સા ઓછા બેન્ડવિથ જ ઉપલબ્ધ હતા અને લોકો વિચારતા હતા કે આ સાઇટ નહીં ચાલે, કારણ કે ભારે ભરખમ વીડિયો કઈ રીતે ચાલે? લોકો તે સમયે પોતાની સાઇટ્સ પર વીડિયો પણ અપલોડ નહોતા કરતા કારણ કેતેના કારણે તેમનો બેન્ડવિખ ખર્ચો ખાસ્સો વધી જતો હતો, પરંતુ યુટ્યુબના આગમને આખો નઝારો બદલી નાંખ્યો. હવે આ સાઇટ પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે અને તેને કરોડો લોકો જુએ પણ છે.

શરૂઆતઃ ફેબ્રુઆરી, 2005

નિર્માતાઃચાડ હર્લી, જાવેદ કરીમ, સ્ટીવ ચેન

અધિગ્રહણઃ ગૂગલ (2006)

5. ગૂગલઃ ગૂગલનું તો નામ જ કાફી છે. ઈન્ટરનેટની સામાન્ય સમજ રાખનારો એક પણ માણસ એવો નહીં હોય જેને ગૂગલ વિશે ખબર નહીં હોય. ગૂગલનો અર્થ જ શોધવું એવો થાય છે અને વર્તમાન સમયમાં ગૂગલ કરતા મોટુ કોઈ જ સર્ચ એન્જિન નથી. તમે ઈન્ટરનેટ પર ભલે કંઈ પણ કરતા હો, પણ તેના માટે તમારે ગૂગલ પર જવાની જરૂર તો પડે જ છે.

શરૂઆતઃ 4 સપ્ટેમ્બર, 1998

નિર્માતાઃ સર્જેઈ બિન, લોરેન્સ પેજ

Thursday, 30 June 2011

જીવનભર



ગયા હતા પાણીની શોધમાં 
રેતીમાં જ ઉભા રહી ગયા

સામનો કરવાનો હતો આંધીનો
શાહમૃગ જેવા જડ થઈ ગયા 

ખબર હતી મહેલોનો અંજામ 
ખજાનામાં જ આળોટતા રહી ગયા 

બદલવાના હતા વિચારોને 
વસ્ત્રો પર અડ્યા રહી ગયા 

ખુશીયો હતી સમ્રુદ્ર જેવી ફેલાયેલી 
પ્યાલામાં જ શોધતા રહી ગયા 

વડના વૃક્ષે ફેલાવી હતી છાયા 
નાગફણીમાં જ શોધતા રહી ગયા 

જીવનભર શીખ્યા નૈતિકતાના પાઠ 
થઈ પરીક્ષા, તો તાકતા રહી ગયા 

જવાનુ હતુ ક્યાંક અને પહોંચ્યા ક્યાંક બીજે 
સાચા સરનામા તો અંદર જ રહી ગયા

Wednesday, 29 June 2011

ફેસબુકને ટક્કર આપશે ગૂગલ પ્લસ



ન્યૂ યોર્ક : તા. 29, જૂન
ઓનલાઈન સર્ચ એન્જીન ગૂગલે ઈન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને ટક્કર આપવા માટે 'ગૂગલ પ્લ્સ' નામથી એક સાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ગૂગલ એન્જીનિયરિંગના ઉપાધ્યક્ષ વિક ગુંદોતરાએ કહ્યું કે "મારુ માનવું છે કે લોકો ખૂબ જીવંત રીતે સંપર્ક કરે છે. પરંતુ ઉપલબ્ધ ઓનલાઈન સાધન આપણને ખૂબ કઠોર સેવાઓ ઉપલબ્ધ કરાવે છે."
તેમણે કહ્યું કે ઉપલબ્ધ સોશિયલ નેટવર્કિંગ સાધનો દ્વારા નાના જૂથો વચ્ચે પસંદગીની સૂચનાઓનું આદાન-પ્રદાન કરવામાં મુશ્કેલી થાય છે. વર્તમાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઝીંણવટની મંજૂરી નથી આપતી. લોકો પોતાના સોશિયલ નેટવર્કિંગમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઈચ્છે છે કારણ કે ઈન્ટરનેટ દ્વારા સંપર્ક સ્થાપનારા તેના દ્વારા પોતાના તમામ મિત્રો સાથે સંપર્કમાં રહે છે.
ઉદાહરણ તરીકે ફેસબુક ઉપયોગ કરનારા લોકો પોતાની અપડેટને પોતાના મિત્રોના નાના ગૃપ સુધી જ સિમિત રાખવા ઈચ્છે છે જેથી તેના સહ કર્મચારી તેના એકાઉન્ટ પર અપલોડ ફોટોને ન જોઈ શકે અથવા તેના વાલી તેના પર કરવામાં આવેલી અભદ્ર ટીકા ન જોઈ શકે. 

Tuesday, 28 June 2011

અરે, રુડો માનવ દેહ આવ્યો




અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. 1

ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. 2 

સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,
તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ. 3 

હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;
બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ, 4

જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;
જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ. 5 

આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;
જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ. 6 

મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ. 7 

નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;
અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ. 8 

મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;
અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ. 9

વિચાર્યુ નહોતુ





સમય આ રીતે દગો આપી જશે વિચાર્યુ નહોતુ 
માણસ આ હદ સુધી નીચો જશે વિચાર્યુ નહોતું 

સ્વર્ગ ધરતી પર ઉઠાવી લાવવાના પ્રયત્નોમાં 
માણસ જ સ્વર્ગ તરફ ધપી જશે વિચાર્યુ નહોતું 

વિચારીને પોતાના પરસેવાથી જેને ઉછેરતા રહ્યાં 
માળી જ એ ફૂલને છળી જશે એ વિચાર્યુ નહોતું 

અમે બનાવતા રહ્યા નક્શા નવ નિર્માણના
મૃત્યુમાં નિર્માણ જ ધરાશાયી થઈ જશે એ વિચાર્યુ નહોતુ 

સમયની જાદુગરી સમજી ન શક્યુ કોઈ આજ સુધી 
ક્યારે ક્યાં કેવી રીતે બધું છૂટી જશે એ વિચાર્યુ નહોતુ.

Monday, 27 June 2011

વિદાય ક્યા લે છે દિકરી ?



N.D

માઁ તે આજે 
બીજાના હાથોમાં 
સોંપી દીધી છે મને 
અને હવે આપી રહી છે વિદાય 
માં તારા હોઠો પર 
મંદ-મંદ સ્મિત છે
અને પલળી રહી છે આંખો

પરંતુ માઁ 
હુ વિદાય લઈને પણ 
થોડી થોડી રહી જઈશ અહીં 
જ્યારે સવારે સૂરજ 
વિખરાવી દેશે 
તડકાના પુખરાજ છત પર 
ત્યારે તને મારો ફોટો
હસતો દેખાશે તેમાં 
અને જ્યારે ઉતરશે 
પહેલી ચકલી પ્રાંગણમાં 
તેના રૂપમાં 
પામીશ મારો કલરવ 

હા, માં, જ્યારે તુ 
સ્નાન કરીને 
ચઢાવીશ જળ તુલસીને 
ત્યારે પાસેની ક્યારીમાં 
વેલની સાથે 
મહેકતી પામીશ મને 
અને જ્યારે તુ 
તારા ચદ્ર જેવા ઉજ્જવળ કપાળ પર 
કુમકુમ લગાવવા માટે 
દર્પણ જોઈશ 
ત્યારે મારો જ ચહેરો 
ખિલખિલાતો જોવા મળશે તને 
બસ આમ જ વીતી જશે દિવસો 
મારી યાદોની સાથે 
ટીમટીમ કરતા 

પછી રાત્રે 
કામ પરથી પાછા ફરીને 
જ્યારે જમવાના મેજ પર 
બેસશે પપ્પા 
અને તને બોલાવવા 
અવાજ લગાવશે મારા નામથી 
ત્યારે તુ ત્યાજ પાસે 
ઉભેલી પામીશ મને 
સાચે જ માઁ, વિદાય લઈને પણ 
વિદાય ક્યા થાય છે પુત્રી
માં ના આંગણેથી ? 
રહી જાય છે ત્યાં જ 
એ યાદોની સાથે 
જે કદી વાસી નથી થતી.

છેટુ થયુ છે હવે પડોશનુ મકાન....



N.D
સંબંધોમાં આવી ગઈ કેવી તિરાડ
પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર 

બાળકો નથી ખેંચતા, હવે કાકાના કાન 
ઘણુ દૂર થયુ હવે પડોશનુ મકાન 
સાથે જે જમતા હતા, હવે ખાઈ રહ્યા છે ખાર 
પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર

આવતા નથી હવે શીરા-પૂરીના થાળ 
સ્નેહને નીંચોડી ગયો કાગડાનો કાળ 
અજાણ્યા લાગે છે હવે આપણા આ તહેવાર 
પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર 

દિવાલોની આડમાં પણ ઘરના બંને પાર 
ચાલતી હતી ક્યારેક પ્રીતની શ્રાવણી લટાર 
મન થયા જેઠ હવે, લૂ ના ભંડાર 
પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર 

હસી-હસીને થતી હતી, ક્યારેક ઘરમાં જ મજાક 
દેરાણી-જેઠાણી, ભાભી-નણંદમાં હવે પડી ગઈ ખોટ 
નફરતના ચાકર છે, પ્રેમના દુશ્મન 
પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર

ધીરજના ફળ મીઠા



ઠોકર ખાઈને હસવાની 
તુ પણ શીખી લે કળા 

રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી
ઉગશે આશાનુ કિરણ 

મલમ ખુશીનો મળી જશે
મટી જશે દરેક ઝખમ 
દઝાડતો તાપ છુપાઈ જશે
જ્યારે છાયો જશે પ્રસરાઈ 

આ આકાશ પણ તારુ હશે 
શાંતિથી કરીશ રહેવાસ 

દિલથી કર પ્રાર્થના ઈશ્વરને
પછી જો ધીરજના ફળ....