WEL COME TO ALL
Wel come All Of you For My Blogg.
મહારાજા સિદ્ધાર્થે મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી, તેનાથી ભગવાન મહાવીરનું ભવિષ્ય પ્રગટ થયું. જે 14 સપનાઓ ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ નિંદ્રામાં જોયા હતાં- તેની સ્વપ્નવેત્તાઓએ ભાવી સુચનાઓ આ પ્રકારે જણાવી છે-
હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.
વૃષભ - વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે.
કેસરી સિંહ - કામરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે.
લક્ષ્મી - આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
પુષ્પમાળા - સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે.
ચંદ્રમા - જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે.
સુર્ય - મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે.
ધ્વજા - ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે.
કુંભ કળશ - સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે.
પદ્મ સરોવર - કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે.
ક્ષીર સમુદ્ર - સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે.
દેવ વિમાન - અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.
શાસ્ત્રોક્ત વિધિ પૂજા મહોત્સવ સુરપતિ ચક્રી કરે
હમ સારિખે લઘુ પુરૂષ કૈસે યથાવિધિ પૂજા કરે
ધન ક્રિયા જ્ઞાન રહિત ન જાને રીતિ પૂજન નાથ જી
હમ ભક્ત વંશ તુમ ચરણ આગે જોડ લીને હાથ જી
દુખહરણ મંગલ કરણ આશા ભરન જીન પૂજા સહી
યો ચિત્ત મે સરઘાન મેરે શક્તિ હૈ સ્વયમેવ હી
તુમ સાખિરે દાતાર પાયે કાજ લઘુ જાચૂ કહા
મુજ આપ સમ કર લેહુ સ્વામી યહી ઈક વાંછા મહા
સંસાર ભીષણ વિપીન મે વસુકર્મ મિલ આતાપિયો
તિસ દાહ તે આકુલિત ચિત હૈ શાંતિ થલ કહું ના લિયો
તુમ મિલે શાંતિસ્વરૂપ શાંતિ કરણ સમરથ જગપતી
વસુ કર્મ મેરે શાંત કર દો શાંતિમય પંચમ ગતી
જબલઓ નહી શિવ લહૂ તબલૌ દેહુ યહ ધન પાવન
સંતસંગ શુધ્ધાચરણ શ્રુત અભ્યાસ આતમ ભાવના
તુમ બિન અનંતાનંત કાલ ગયૌ રૂલત જગકાલ મે
અબ શરણ આયો નાથ દુહુ કાર જોડ નાવર ભાલ મે
કર પ્રમાણ કે માન તૈ ગગન નપૈ કિહિ મંત
ત્યૌ તુમ ગુણ વર્ણન કરત કદિ પાવૈ નહિ અંત