WEL COME TO ALL

Wel come All Of you For My Blogg.

Wednesday, 21 December 2011

પતિએ સાડી ન અપાવતાં પત્ની પહોંચી પોલીસ સ્ટેશને!



પતિ-પત્ની વરચેના નાના-મોટા ઝઘડા લગભગ દરેક પરિવારમાં થાય છે. થોડીક વાર અબોલા રહે અને ફરી હતા તેવાને તેવા... જો કે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં આવેલો એક રસપ્રદ કિસ્સો જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. વાત એમ હતી કે પતિએ પત્નીને સાડી અપાવવાની ના પાડી દેતાં રિસાયેલી પત્ની પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને પતિ મારે છે તેવી જાણ કરી હતી. જો કે પોલીસે તપાસનો દોર વધારતાં સરચાઈ પ્રકાશમાં આવી હતી અને પોલીસે કાઉન્સેલિંગ કરી પતિ-પત્નીને ફરી ભેગા કરી દીધાં હતાં.

મહિલા પોલીસ ઇન્સ્પેકટર ચેતના ચૌધરી પોતાની કેબિનમાં બેસીને કોઈ કેસના આરોપીને ઝડપી લેવાની વ્યૂહરચના ઘડતાં હતાં, ત્યારે જ પરચીસેક વર્ષની પરિણીતા પોતાની એક વર્ષની દીકરી સાથે તેમની કેબિન પાસે આવી. મેડમે હા પાડતાં તે અંદર પ્રવેશી અને ચોધાર આંસુએ રડતાં રડતાં કહેવા લાગી કે,

ચેતનાબહેને તેને શાંતિથી બેસાડી અને પાણી પીવડાવીને પ્રેમથી પૂછ્યું કે, સંજનાએ કાું, ચેતનાબહેને તેની ફરિયાદ નોંધતા પહેલાં તેની પાસેથી મુકેશનો નંબર લઈ તેને ફોન કર્યોઅને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો.

પોલીસ સ્ટેશને પહોંચી પીઆઇની કેબિનમાં તેની પત્નીને બેઠેલી જોઈને તે આખી વાત સમજી ગયો હતો. પીઆઇ ચેતનાબહેને તેને શાંતિથી બેસાડીને પૂછ્યું કે, આ વાત સાંભળીને મુકેશને આશ્ચર્ય થયું અને તેણે કાું કે, મેડમ આટલાં વર્ષના લગ્નજીવનમાં સંજનાને મારવાની તો વાત દૂર પણ કયારેય તેની સાથે ઊચા અવાજે વાત પણ નથી કરી, પરંતુ વાત એમ છે કે આજે મારે રજા હોવાથી સંજના તથા દીકરીને લઈને હું મોલમાં ફરવા ગયો હતો, જયાં સાડીની દુકાનમાં તેને એક સાડી ગમી ગઈ અને લેવા માટે સંજનાએ જીદ પકડી, પરંતુ મેડમ સાડીની કિંમત થોડી વધુ હતી. મેં સંજનાને પૈસાની ખેંચ હોવાથી હમણા સાડી ખરીદવાનું માંડી વાળવા સમજાવી, પરંતુ તેણે હઠ પકડી લીધી. બસ બહેન આટલું જ કારણ છે અને સંજના સીધી તમારી પાસે પહોંચી ગઈ. આવતા પગારે તેને તે સાડી પણ ખરીદી આપવા માટે હું તૈયાર છું.

મુકેશની વાત સાંભળી ચેતનાબહેને સંજનાને પૂછ્યું કે કઈ વાત સાચી છે? શરમથી નીચી નજર રાખીને સંજનાએ કાું કે, તેની આ વાત સાંભળીને પોલીસ મથકમાં હાસ્યનું મોજું ફરી વળ્યુંઅને આવતા મહિને જેવો પગાર આવે કે તેમાંથી પહેલી સંજનાની મનપસંદ સાડી ખરીદવાનું મુકેશે વચન આપી પોલીસ મથકમાંથી પત્ની અને પુત્રી સાથે વિદાય લીધી. ત્યારે જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે કાું કે, સાડી કેવી ખરીદી છે તે બહેનને બતાવવા માટે આવજે...

ઈલસ્ટ્રેશન : સતપાલસિંઘ છાબડા