
1.વિકિપીડિયાઃ જાણકારી મેળવવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે વિકિપીડિયા. આજે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય તો મોટે ભાગે સૌથી પહેલો ઓપ્શન તમને વિકિપીડિયાનો જ મળશે. વિકિપીડિયાના આગમન પહેલા પણ ઓનલાઇન એનસાયક્લોપીડિયા તો ઘણા બધા હતા, પરંતુ તેનો ઉપયોગ થોડો અઘરો હતો, પરંતુ વિકિપીડિયાના આગમનથી જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. વિકિપીડિયા એક ફ્રી જ્ઞાનકોષ છે, જેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. આજે વિકિપીડિયા અંગ્રેજી જ નહીં, ઘણી બધી ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
શરૂઆતઃ15 જાન્યુઆરી, 2001
નિર્માતાઃ જિમ્મી વાલેસ, લેરી સેંગર
ભાષાઃ 240
2.ફેસબુકઃ ફેસબુક વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. અમેરિકા જેવા દેશમાં તો તેણે સૌથી લોકપ્રિય સાઇટ્સમાં ગૂગલને પણ પાછળ છોડી દીધી છે. ફેસબુક યુઝર્સનો આંકડો કરોડોમાં છે અને કેટલાંક લોકોના તો દિવસ અને રાત જ ફેસબુક પર વીતે છે. ફેસબુક કંઈ પહેલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ નહોતી, તેણે આ સોશિયલ નેટવર્કિંગના સિદ્ધાંતને બદલ્યો હતો. ફેસબુકે થર્ડ પાર્ટી એપ્લીકેશન્સને મંજૂરી આપીને લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધારી.
શરૂઆતઃ 4 ફેબ્રુઆરી, 2004
નિર્માતાઃ માર્ક ઝૂકરબર્ગ
3.ટ્વિટરઃ રાજનેતા હોય, અભિનેતા હોય, ધર્મગુરુ કે કોઈ સામાન્ય નાગરિક. આજે આમાંના મોટા ભાગના ટ્વિટર પર ઉપલબ્ધ છે. 140 અક્ષરો સાથે તમે આખી દુનિયા સાથે જોડાઈ શકો છો. શું અમુક વર્ષ પહેલા તમે કલ્પના પણ કરી શકતા હતા કે એક સામાન્ય વ્યક્તિ બિલ ગેટ્સ, પ્રિયંકા ચોપરા, શશિ થરૂર કે તેમના જેવી જાણીતી હસ્તીઓને સવાલ પૂછી શકીએ છીએ. આ ટ્વિટરની કમાલ છે, જેણે સામાન્ય અને ખાસ માણસોનો ભેદ મિટાવી દીધો છે. હવે દરેક ખાસ વ્યક્તિ ટ્વિટરની મદદથી સામાન્ય માણસ સાથે જોડાવા માંગે છે. આખી દુનિયાની સરકારો આ સેવાથી ડરવા લાગી છે, કારણ કે તે સૂચનાનું અત્યંત ઝડપી માધ્યમ બની ગયું છે.
શરૂઆતઃ 2006
નિર્માતાઃ જેક ડોર્સી, ઈવાન વિલ્યમ્સ, બિજ સ્ટોન
4.યુટ્યુબઃ યુટ્યુબે તો જાણે કે મનોરંજનના પરિમાણો જ બદલી નાંખ્યા છે. યુટ્યુબ પહેલા વીડિયો જોવાનું કોઈ સારુ માધ્યમ નહોતું. યુ ટ્યુબની શરૂઆત એ સમયે થઈજ્યારે ભારતમાં ખાસ્સા ઓછા બેન્ડવિથ જ ઉપલબ્ધ હતા અને લોકો વિચારતા હતા કે આ સાઇટ નહીં ચાલે, કારણ કે ભારે ભરખમ વીડિયો કઈ રીતે ચાલે? લોકો તે સમયે પોતાની સાઇટ્સ પર વીડિયો પણ અપલોડ નહોતા કરતા કારણ કેતેના કારણે તેમનો બેન્ડવિખ ખર્ચો ખાસ્સો વધી જતો હતો, પરંતુ યુટ્યુબના આગમને આખો નઝારો બદલી નાંખ્યો. હવે આ સાઇટ પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે અને તેને કરોડો લોકો જુએ પણ છે.
શરૂઆતઃ ફેબ્રુઆરી, 2005
નિર્માતાઃચાડ હર્લી, જાવેદ કરીમ, સ્ટીવ ચેન
અધિગ્રહણઃ ગૂગલ (2006)
5. ગૂગલઃ ગૂગલનું તો નામ જ કાફી છે. ઈન્ટરનેટની સામાન્ય સમજ રાખનારો એક પણ માણસ એવો નહીં હોય જેને ગૂગલ વિશે ખબર નહીં હોય. ગૂગલનો અર્થ જ શોધવું એવો થાય છે અને વર્તમાન સમયમાં ગૂગલ કરતા મોટુ કોઈ જ સર્ચ એન્જિન નથી. તમે ઈન્ટરનેટ પર ભલે કંઈ પણ કરતા હો, પણ તેના માટે તમારે ગૂગલ પર જવાની જરૂર તો પડે જ છે.
શરૂઆતઃ 4 સપ્ટેમ્બર, 1998
નિર્માતાઃ સર્જેઈ બિન, લોરેન્સ પેજ
No comments:
Post a Comment