![]() | ||
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં જંગલ વિલુપ્ત થઈ રહ્યા છે. જલવાયુ પરિવર્તનને કારણે વધી રહેલ તાપમાન અને પ્રદૂષણતેહે પ્રાકૃતિક સંતુલન બગડી રહ્યુ છે. જેના કારણે વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે. આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનને શરૂ કર્યો, જેને મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટ નામ આપવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટ તૈયાર કરવામાં 95 દેશોના તેરસોથી વધુ શોધકર્તાઓએ ભાગ લીધો. આ હજુ સુધીની પ્રથમ આટલી મોટી તક છે જેમા આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હોય.
આ દળે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે માનવીય ગતિવિધિયોએ પ્રકૃતિની દુનિયાને એવુ નુકશાન પહોંચાડ્યુ છે જ એની ભરપાઈ નથી કરી શકાતી. લંડનની રોયલ સોસાયટીમાં મિલેનિયમ ઈકો સિસ્ટમ એસેસમેંટના નિદેશક ડોક્ટર વોલ્ટર રીઢ કહે છે - ચોક્ક્સ રૂપે આ એક એવો મુદ્દો છે જેના વિશે આપણે સાવધ રહેવુ જરૂરી છે. રિપોર્ટનુ તાત્પર્ય એ છે કે જે પ્રાકૃતિક સંસાધનો પર આપણે નિર્ભર છીએ તેમા 60 ટકા ક્ષીણ થઈ ચૂકી છે. આ ચિંતાજનક વાત છે. જેનાથી પણ વધુ ચિંતાનો વિષય એ છે કે જે કારણોસર આ ક્ષીણ થઈ રહી છે એ સતત વધી પણ રહ્યા છે.

No comments:
Post a Comment